Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરદિયરની હત્યા કેસમાં સાક્ષી તરીકે જુબાની ન આપવા મહિલાને ધમકી

દિયરની હત્યા કેસમાં સાક્ષી તરીકે જુબાની ન આપવા મહિલાને ધમકી

નાગેશ્વરમાં લાકડાના ધોકા વડે હુમલો : હત્યારાના મિત્ર સહિતના બે શખ્સો એ મહિલાના પુત્રને ફડાકા ઝીંકયા : પોલીસ દ્વારા હુમલાખોરોની શોધખોળ

- Advertisement -

જામનગર શહેરમાં નાગેશ્વર વિસ્તારમાં રહેતાં મહિલા ઉપર પાંચ વર્ષ પૂર્વે થયેલી હત્યાના આરોપી વિરૂધ્ધ સાક્ષી તરીકે જુબાની આપવાની ના પાડી ફડાકા મારી પુત્રને પતાવી દેવાની ધમકી આપી લાકડાના ધોકા વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના નાગેશ્વર વિસ્તારમાં રહેતા શીલાબેન રમેશભાઈ ઢાપા નામના મહિલાના દિયર વિજયભાઈની પાંચ વર્ષ પૂર્વે હિતેશ નરશી બાંભણિયા નામના શખ્સે હત્યા નિપજાવી હતી અને આ હત્યાનો કેસ કોર્ટમાં ચાલુ હતો જેમાં મૃતકના ભાભી શીલાબેન કેસમાં સાક્ષી તરીકે જુબાની આપવા જતાં હતાં ત્યારે હત્યારા હિતેશનો મિત્ર અજય ડોણાસિયા અને અજાણ્યા સહિતના બે શખ્સોએ બુધવારે સવારના સમયે નાગેશ્ર્વર વિસ્તારમાં શીલાબેનને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી લાકડાના ધોકા વડે માર માર્યો હતો તેમજ મહિલાના પુત્ર હિતેશને ફડાકા ઝીંકયા હતાં તેમજ બન્ને શખ્સોએ મહિલાના પુત્રને પતાવી દેવાની ધમકી આપી જુબાની આપવાી ના પાડી હતી. હુમલાના બનાવ અંગેની જાણ કરતા હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે હુમલાનો ભોગ બનનાર મહિલા શીલાબેનના નિવેદનના આધારે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular