Thursday, January 16, 2025
Homeરાજ્યખંભાળિયાની પરિણીતાને મારી નાખવાની ધમકી

ખંભાળિયાની પરિણીતાને મારી નાખવાની ધમકી

બાળકો સાથે કાઢી મૂકતા સાસરીયાઓ સામે ફરિયાદ

- Advertisement -

ખંભાળિયામાં હાલ પઠાણ પાડા વિસ્તારમાં રહેતી નશીમાબેન આશીફભાઈ મલેક નામની 25 વર્ષીય મુસ્લિમ પરિણીતાને જામનગર ખાતે રહેતા તેણીના પતિ આશીફ અબ્દુલ મલેક, સાસુ મેમુનાબેન અબ્દુલ મલેક અને દેર નિઝામ અબ્દુલ દ્વારા તેણીના લગ્ન જીવન દરમિયાન અવારનવાર ઝઘડો કરી, શારીરિક તથા માનસિક ત્રાસ આપીને બીભત્સ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

- Advertisement -

આટલું જ નહીં, તેણીને પોતાના બંને બાળકો સાથે ઘરમાંથી કાઢી મુકવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે અહીંના મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના ત્રણેય સાસરીયાઓ સામે નશીમાબેન મલેક દ્વારા આઈ.પી.સી. કલમ 498(એ), 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતી મરજીનાબેન અબ્બાસ ભગાડ નામની 25 વર્ષીય પરિણીતાને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ અબ્બાસ ગની ભગાડ, સસરા ગની હસન ભગાડ અને સાસુ અમીનાબેન ગની ભગાડ દ્વારા ઝઘડો કરી, તેણીને અસહ્ય ત્રાસ આપીને મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે મહિલા પોલીસ મથકમાં પતિ તથા સાસુ-સસરા સામે આઈ.પી.સી. કલમ 498(એ), 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular