જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતાં કોન્ટ્રાકટર યુવકને મધ્યરાત્રિના સમયે મોબાઇલ ફોનમાં કોન્ફરન્સ દ્વારા ‘મારી સામે ઉંચા અવાજે કેમ બોલશ માપમાં રહેજે’ તેમ કહી ધમકી આપી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં બ્લોક નંબર ઈ-43 માં રહેતાં હિરેન ઉર્ફે રવિ દેવેન્દ્ર જોશી નામના કોન્ટ્રાકટર યુવાનને ત્રણ દિવસ પૂર્વે મધ્યરાત્રિના સમયે દેવેન ગોસાઈના મોબાઇલ ફોન પરથી ફોન આવ્યો હતો અને દેવેને કીધું કે તમારા મિત્ર કાના આહિર કોન્ફરન્સ કોલમાં છે અને તેમની સાથે વાત કરો, જેથી હિરેનને ‘હું કાના આહિર ટંકારા મોરબી 02 નંબરની ક્રેટાકાર વાળો બોલું છું. તું કપુરીયાના ગેરેજમાં કામ કરશ તે રવિ બોલશને?’ જેથી હિરેને ‘રેલવેમાં પાણી સપ્લાયનો કોન્ટ્રાકટ રાખું છું રવિ નથી બોલતો.’ તેમ કહ્યું હતું. તેમ છતા કાના આહિરે ‘તું મારી સાથે ઉંચા અવાજે કેમ બોલશ અને તું માપમાં રહેેજે’ તેમ કહી ધમકાવતા હિરેને ‘હું કયાં કાંઈ બીજું કવ છું?’ તેમ કહેતા કાના આહિરે ગાળો કાઢી ફોન કાપી નાખ્યો હતો તેમજ 99041 11119 અને 97239 99990 બંને મોબાઇલ ફોન પરથી અવાર-નવાર ધમકી આપી હતી. હિરેન દ્વારા જાણ કરાતા પીએસઆઈ ઝેડ.એમ. મલેક તથા સ્ટાફે કાના આહિર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.