Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરલેન્ડ ગ્રેબિંગનો કેસ પાછો ખેંચી લેવાનું કહીને ફરિયાદીને ધમકી

લેન્ડ ગ્રેબિંગનો કેસ પાછો ખેંચી લેવાનું કહીને ફરિયાદીને ધમકી

- Advertisement -

ભાણવડ તાલુકાના રોજીવાડા ગામે રહેતા ચેતનભાઈ અરશીભાઈ સોલંકી નામના 40 વર્ષીય સગર યુવાન દ્વારા આ જ વિસ્તારમાં રહેતા એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આના અનુસંધાને ચાલી રહેલી કોર્ટની કાર્યવાહી સંદર્ભે એક આરોપીના ભાઈ એવા જામ રોજીવાડા ગામે રહેતા જેરામ કેસા પાથર નામના શખ્સ દ્વારા ફરિયાદી ચેતનભાઈ સોલંકીને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે તેમજ ચેતનભાઈ સાથે અન્ય સાહેદોને પણ કોર્ટમાં કંઈ ન બોલવા બાબતે બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ પ્રકરણમાં પોલીસે આઈ.પી.સી. કલમ 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધી, આરોપી જેરામ કેસા પાથરની અટકાયત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular