જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા મોલના મેનેજરને મોબાઇલ ફોન ઉપર શખ્સે મહિલા તથા તેની ટીમના સભ્યો બહાર નિકળશે તો જોઇ લેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ ક્રિસ્ટલ મોલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા સાગરભાઈને મો.9377992811 નંબર ઉપર જામનગરમાં રહેતો છત્રપાલસિંહ જાડેજા નામના શખ્સે તેના 97272 22252 નંબરના મોબાઇલ ફોન પરથી કુલસુમબેન બુખારી અને તેની ટીમના લીડર કુલદીપ ગઢવી નામના બંને વ્યક્તિઓ મોલમાં બહાર નિકળશે તો જોઇ લઇશ તેવી ધમકી મેનેજરના મોબાઇલ ફોન પર આપી હતી. આ બનાવ અંગે કુલસુમબેન દ્વારા જાણ કરાતા એએસઆઈ એફ. જી. દલ તથા સ્ટાફે છત્રપાલસિંહ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.