મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા અને નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા દુદાભાઈ ભીખાભાઈ બથવાર નામના 55 વર્ષના અનુસૂચિત જાતિના આધેડ સાથે કોઈ બાબતે બોલાચાલી કરી, ઓખાના રહીશ રાજભા ભીખુભા કેર નામના 27 વર્ષના હિન્દુ વાઘેર શખ્સ સાથે અન્ય એક અજાણ્યા શખ્સે આવીને ફરિયાદી દુદાભાઈ બથવાર તથા અન્ય એક સાહેદને લાકડી વડે માર મારી, જ્ઞાતિ પ્રત્યે આપમાનીત કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ બનાવ અંગે મીઠાપુર પોલીસે આઈપીસી કલમ 323, 504, 506 (2), 114 તથા એટ્રોસિટી એક્ટરની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી. સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.