Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરબાવળની ડાળ કાપવા મામલે વૃધ્ધને પતાવી દેવાની ધમકી

બાવળની ડાળ કાપવા મામલે વૃધ્ધને પતાવી દેવાની ધમકી

ભાણવડ તાલુકાના નવાગામ ખાતે રહેતા બેચરભાઈ જેતાભાઈ સાદીયા નામના 85 વર્ષના વૃદ્ધને આ જ વિસ્તારમાં રહેતા ભગવાનજીભાઈ મંગાભાઈ સોલંકી દ્વારા બિભત્સ ગાળો કાઢી, લોખંડના સળિયા વડે માર મારી ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આરોપી ભગવાનજીભાઈ દ્વારા બાવળની ડાળીઓ કાપવા બાબતે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાઈને માર મારી, ધમકી આપવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular