Friday, December 27, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાં વીજકર્મચારીની ફરજમાં રૂકાવટ કરી મારી નાખવાની ધમકી

દ્વારકામાં વીજકર્મચારીની ફરજમાં રૂકાવટ કરી મારી નાખવાની ધમકી

કોરાડાની સીમમાં વીજપોલમાં નુકસાન : અધિકારીને ધમકાવ્યાની પોલીસ ફરિયાદ

- Advertisement -

દ્વારકાથી આશરે સાત કિલોમીટર દૂર કોરાડા ગામની સીમમાં એક આસામીની વાડી પાસેથી પસાર થઈ રહેલી 11 કે.વી. વીજ લાઈન પાસેના બે વીજપોલ સાથે એક ટ્રેક્ટર અથડાયું હતું. જેના કારણે પી.જી.વી.સી.એલ.ને રૂપિયા 72,503 જેટલી રકમની નુકસાની થવા પામી હતી.

- Advertisement -

આ અંગેનું સ્થળ નિરીક્ષણ કરવા આવેલા દ્વારકા પીજીવીસીએલના નાયબ ઈજનેર દીપેશભાઈ એમ. અરીલા તથા સ્ટાફ સાથે કોરાડા ગામના માલદે અરજણ સુવા નામના શખ્સે તેઓની ફરજમાં રૂકાવટ કરી અને આ આરોપી શખ્સએ જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગે પોલીસે દીપેશભાઈ અરીલાની ફરિયાદ પરથી માલદે અરજણ સુવા સામે આઈ.પી.સી. કલમ 186, 189, 504, 506 (2), 427 તથા ધી પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. એ.એલ. બારસીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular