જામનગરના ગોકુલનગર વિસ્તારમાં હપ્તો ભરવા બાબતે બોલાચાલી થતાં એક શખ્સે યુવાનને વોટ્સએપમાં ફોન કરી, અપશબ્દો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી, અજાણ્યા શખ્સને તેના ઘરે મોકલી, તોડફોડ કરી, નુકશાન પહોંચાડયાની એક શખ્સ વિરૂઘ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની વિગત મુજબ જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં આવેલા મયૂરનગરની શેરી નંબર 1માં આવેલા વેલનાથ પ્રોવિઝન સ્ટોર્સની બાજુમાં રહેતા બિપીનભાઇ ચંદુભાઇ લીંબડએ વિજય કેશુ વરાણિયાના પુત્રને પોતાના નામે હપ્તાથી મોબાઇલ ફોન લઇ આપ્યો હોય, જેના હપ્તા ફરિયાદી બિપીનભાઇ ભરતાં હોય, જે હપ્તા ભરવા બાબતે બિપીનભાઇ અને વિજયભાઇ વચ્ચે બોલાચાલી થતાં વિજય વરાણિયાએ બિપીનભાઇને વોટ્સએપમાં ફોન કરી, જેમ ફાવે તેમ અપશબ્દો બોલી, જાનથી મારી નાખવાની ધાકધમકી આપી હતી. તથા ફરિયાદીના ઘરે અજાણ્યા શખ્સોને મોકલી ઘરે તોફફોડ કરી નુકશાની કરી હતી.
આ અંગે બિપીનભાઇ દ્વારા વિજય કેશુ વરાણિયા તથા અન્ય અજાણ્યા શખ્સો વિરૂઘ્ધ સિટી ‘સી’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી હે.કો. એન. બી. સદાદિયા દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.


