જામનગર શહેરમાં જનતા ફાટક પાસે રહેતી પરણીત યુવતીને ફોન કરવાની તેણીના સસરાએ ના પાડતા સુરતના શખ્સે વૃધ્ધના ઘરે આવી અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં જનતા ફાટક નજીકના વિસ્તારમાં રહેતી પરણીત યુવતીને સુરતના કિશન કાપડિયા નામના શખ્સ સાથે અગાઉ મિત્રતા હતી જે મિત્રતાના આધારે કિશન યુવતીને અવાર-નવાર ફોન કરતો હતો. જેથી યુવતીના સસરા વ્રજલાલ ભાઇએ કિશનને ફોન કરવાની ના પાડતાં આ બાબતનો ખાર રાખી કિશન કાપડિયા નામના શખ્સે વૃધ્ધના ઘરે આવી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની જાણના આધારે હેકો. જે.એમ.જાડેજા તથા સ્ટાફે કારખાનેદાર વૃધ્ધના નિવેદનના આધારે સુરતના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા હતાં.
મિત્ર યુવતીને ફોન કરવાની ના પાડતા સુરતના શખ્સ દ્વારા ધમકી
યુવતીના સસરાએ ફોન કરવાની મનાઇ કરી : શખ્સે ઘરે આવી વૃધ્ધ સસરાને ધમકાવ્યા : પોલીસે સુરતના શખ્સની શોધખોળ આરંભી