જામનગરની કોવિડ હોસ્પિટલમાં થયેલા જાતિય સતામણી પ્રકરણમાં મહિલા ન્યાય મંચ દ્વારા પિડિતાઓને ન્યાય મળે તે માટે લડત આપવામાં આવી રહી છે. આ લડત અંતર્ગત આજે જિલ્લા પોલીસવડાને જાતિય સતામણીના આરોપી એલ.બી.પ્રજાપતિ દ્વારા વ્હોટસ એપ કોલ કરી ધમકી આપી હતી. આ ધમકી સંદર્ભે સીટી બી પોલીસ ઇન્સ્પેકટરને લેખિત રજૂઆત કરી યોગ્ય કરવા માંગણી કરી હતી.
જામનગરની કોવિડ હોસ્પિટલમાં જાતિય સતામણી પ્રકરણમાં પીડિતાઓને ન્યાય મળે તે માટે મહિલા ન્યાય મંચના પ્રણેતા શેતલબેન શેઠ અને સહપ્રણેતા કોમલબેન ભટ્ટ સહિતના સભ્ય દ્વારા આજે સવારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનને આવેદન પત્ર પાઠવી આરોપીઓ સામે તાત્કાલિક ગુન્હો નોંધવા ઉગ્ર રજૂઆત કરી હતી. આ રજૂઆત બપોરે 2 કલાકે મહિલા ન્યાય મંચને લડતમાં સર્પોટ આપતા અઝીમખાન પઠાણને વ્હોટસ એપ પર એલ.બી.પ્રજાપતિએ ફોન કરી અમારા નિવેદનો શેતલબેનને લખાવવા છે તેમ કહી ધમકાવ્યા હતા અને હું જેલમાંથી બહાર નીકળીશ ત્યારે કોઇને નહીં મૂકું અને શાંતિથી રહેવા નહીં દવ તેવી ધમકી આપી હતી. આ મામલે શેતલબેને સીટી બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટરને લેખિત રજૂઆત કરી એલ.બી.પ્રજાપતિ અને દિવ્યા કટારિયા અને ત્રણ અજાણ્યા સહિતના શખ્સો પરેશાન કરી ધમકાવતા હોય તેથી આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
જાતિય સતામણી પ્રકરણમાં એલ.બી.પ્રજાપતિ દ્વારા ધમકી
મહિલા ન્યાય મંચના પ્રણેતાને ધમકાવ્યા : પોલીસ ઇન્સ્પેકટરને લેખિત રજૂઆત