ગીર સોમનાથમાં મહાશિવરાત્રીના પાવન પર્વે સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદથી ગૂંજી ઊઠ્યૂ હતું. વહેલી સવારથી ભાવી ભક્તો ભોળેનાથના દર્શન માટે ઊમટી રહ્યાં છે. તો સોમનાથ મંદિરને વિવિધ રંગબેરંગી ફૂલોના દિવ્ય શણગારથી સજાવવામાં આવ્યું છે. વહેલી સવારે સોમનાથ દાદાના મંદિરમાં આરતીનો લાભ લેવા ભાવીકો દર્શને મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મદિરમાં ભક્તોની લાંબી કતાર સાથે ભારે ભીડ જોવા મળી હતી. મહાશિવરાત્રીને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભારત ભરના દૂર-દૂરથી લોકો સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા બહોળી સંખ્યામાં શિવ ભક્તો આજે વહેલી સવારથી જ જોવા મળી રહ્યા છે. જ્યારે સોમનાથ બીચ ઉપર માટીથી અલગ અલગ શિવલિંગ બનાવવામાં આવી રહ્યાં છે. આજે મહાશિવરાત્રીના પર્વને લઈને સવારથી જ સોમનાથમાં ભારે ભીડ સાથે ભક્તો જોવા મળ્યા છે. ભોલેનાથના સાંનિધ્યમાં જાણે અલૌકિક વાતાવરણ હોય એવું જોવા મળ્યું છે. જોકે આજે સોમનાથ મંદિર 42 કલાક ખુલ્લું રહેવાનું છે અને રાત્રે ચાર પ્રહરની મહાપૂજા અને મહાઆરતીનું પણ આયોજન જોરદાર કરવામાં આવ્યું છે. હર હર મહાદેવના નાદથી સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યું છે. સવારથી જ સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરનું ધ્વજારોહણ કરાયું છે. મહત્ત્વનું છે કે, આજે સવારથી પાર્થેશ્ર્વર પૂજા, બિલ્વપૂજા સહિતની પૂજામાં લાખો ભાવિકો જોડાયા છે.