અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના પીપળવા ગામે રહેતો એક યુવક 1,800 કિલોમીટરનું અંતર કાપીને 21 દિવસે સોમનાથ મંદિરથી અયોધ્યા પહોચશે. આજે સોમનાથ મંદિર ખાતેથી દોડવીર યુવકે પોતાની દોડનો પ્રારંભ કર્યો છે.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પીપળવા ગામમાં રહેતો ઘનશ્યામ સુદાણી 1,800 કિલોમીટરનું અંતર કાપીને 21 દિવસે સોમનાથ મંદિરથી અયોધ્યા પહોચશે. સંકલ્પથી સિદ્ધિ સુધીના સૂત્ર સાથે અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર વહેલી તકે નિર્માણ થાય અને દેશમાં એકતા જળવાઈ રહે તે ઉદ્દેશથી યુવકે પોતાની દોડનો આજે પ્રારંભ કર્યો છે. ઘનશ્યામ સુદાણીએ સોમનાથથી અયોધ્યા રામ મંદિર સુધીની દોડનો આજે 30 માર્ચ ભગવાન સોમનાથની પૂજા અર્ચના કરી શુભારંભ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભવો દ્વારા દોડવીર યુવકનું અભિવાદન કરવામાં આવે અને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ધનશ્યામ તા.21ના રોજ અયોધ્યા રામમંદિર ખાતે પહોચશે. આ દિવસે રામનવમીનો તહેવાર છે. આ માટે દોડવીર ઘનશ્યામ સુદાણી દરરોજ 90 કિલોમીટર જેટલી દોડ લગાવશેઘનશ્યામ સુદાણી સાથે 21 દિવસ દરમિયાન ડૉકટર સહિત કુલ 18 લોકોની ટીમ પણ સાથે રહેશે.અગાઉ પણ સતત 72 કલાક દોડી ઘનશ્યામ સુદાણી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ મેળવી ચુકેલો છે.