લગભગ 65 વર્ષ પહેલાં ત્રિવેણી સંગમ ખાતે સ્વતંત્ર ભારતના પ્રથમ કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ચાલો જાણીએ કુંભનો નજારો ત્યારે કેવો હતો.
View this post on Instagram
પ્રયાગરાજ એટલે કે, અલ્હાબાદમાં કુંભ મેળાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. દર 12 વર્ષે યોજાતો આ કુંભ દેશ વિદેશના ભકતો અને સંતો માટે મહત્વનો પ્રસંગ છે. જેમાં દેશભરમાંથી ભકતો આવે છે. લગભગ 65 વર્ષ પહેલાં ત્રિવેણી સંગ ખાતે સ્વતંત્ર ભારતના પ્રથમ કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ચાલો જોઇએ તે નજારો.
પંડિત સુરજ પાંડેએ સૌથી પહેલાં કુંભનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે સ્વતંત્ર ભારતમાં પ્રથમવાર કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 19545માં આ આયોજન કરાયું હતું. ત્યારે મેળાનો નજારો અદભૂત હતો. આ મેળામાં ભાગ લેવા કેટલાક અખાડાઓ હાથી પર સવાર થઇને કુંભ પહોંચ્યા હતા. લગભગ એક વર્ષ કરોડ ભકતો ઉમટયા હતા. જેની વચ્ચેથી હાથીઓ પસાર થઇ રહયા હતા. સુરક્ષા અને વ્યવસ્થાની જવાબદારી સંભાળતી પોલીસ ઘોડા પર સવાર કરીને મેળામાં પેટ્રોલિંગ કરી રહી છે.
આ મેળામાં ભકતોની સુરક્ષા એન સારવાર મટે પુરતી વ્યવસ્થા કરાઇ હતી. આર્મીના જવાનોએ પોતાના હાથે પુલ બનાવ્યો હતો. જેથી એક જગ્યાએ ભીડ ન થાય અને ભકતો સરળતાથી નદીમાં સ્નાન કરી શકે.