ગીરસોમનાથના ગીર ગઢડામાં સિંહણની પજવણીનો એક વિડીઓ બે વર્ષ પહેલા ઘણો વાઈરલ થયો હતો. જેના 6 આરોપીઓને કોર્ટે આકરી સજા ફરકારી છે. કોર્ટે 7 આરોપીઓ માંથી 6 આરોપીઓને જેલની સજા ફટકારી છે અને 1નો નિર્દોષ છુટકારો થયો છે. અન્ય 6 માંથી 5 આરોપીઓને 3વર્ષની અને 1આરોપીને 1વર્ષની સજા ફટકારવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે 19મે 2018ના રોજ રાત્રીના સમય દરમિયાન પાંચ પ્રવાસીઓએ સિંહના ગેરકાયદેસર દર્શન કર્યા હતા. અને તેની પજવણીનો એક વિડીઓ બનાવ્યો હતો. આ વિડીઓમાં તેઓ હાથમાં મરઘી રાખી સિંહણને પજવી રહ્યા હતા અને મરઘીનું પ્રલોભન કરાવ્યું હતું. મરઘીને સિંહની સામે રાખીને સિંહ તેનો શિકાર કરે તેનો તેઓ ઘણો આનંદ માણી રહ્યા હતા અને આ વિડીઓ સોશિયલ મીડિયામાં ઘણો વાઈરલ થયો હતો.
કોર્ટે આ કેસમાં આરોપી ઇલ્યાસ અદ્રેમાન હોથ, રવિ પાટડીયા, દિવ્યાંગ ગજ્જર, રથીન પટેલ, હરમડિયાના અબ્બાસ રીંગબ્લોચ, અલ્તાફ હૈદર બ્લોચને 3 વર્ષની સખત કેદની સજા અને આરોપી દીઠ 10,000 રૂપિયાનો દંડ ભરાવો હુકમ કર્યો છે. આ આરોપી દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદનો હુકમ કર્યો છે. જ્યારે એક આરોપી ભોજદે ગેરીને એક વર્ષની સખત કેદની સજા અને 10,000 રૂપિયાનો દંડ કર્યો છે. જ્યારે આરોપી હાસમ સીકંદર કોરેજાને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે. વન્ય પ્રાણી સર્વેક્ષણ અધિનીયમનની કલમ 1972ની કલ-2 (16) (બી) 2 (36), 9, 29,39, 51,52 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.