અમદાવાદ-મુંબઇ વચ્ચે તા. 7મી ઓગસ્ટથી તેજસ ટ્રેન પુન: દોડાવવાનો નિર્ણય આઇઆરસીટીસી દ્વારા લેવાયો છે. હવે ટ્રેન 10 કોચના સ્થાને 15 કોચ સાથે દોડાવવાશે. આ સાથે અમદાવાદ મુંબઇ વચ્ચેના મુસાફરોને ફરીથી પ્રિમિયમ અને સુપર ફાસ્ટ ટ્રેનનો લાભ મળતો થશે.
આઇઆરસીટીસીના રીજીયોનલ મેનેજર વાયુનંદન શુકલાએ આ અંગે જણાવ્યું હતું કે, તા.7મી ઓગસ્ટથી શરૃ થતી તેજસ ટ્રેનમાં મુસાફરોની સલામતીનું સૌથી વધુ ધ્યાન રખાયું છે. કોચમાં પ્રવેશતા પહેલા થર્મલ સ્ક્રિનિંગ અને સામાનના જીવાણું નાશની પ્રક્રિયા હાથ ધરાશે અને આરોગ્ય સેતુ એપ લોન્ચ કરવી મુસાફર માટે ફરજિયાત રહેશે. તેજસ ટ્રેન અઠવાડિયામાં ચાર દિવસ શુક્ર, શનિ, રવિ અને સોમવારે દોડાવવાનું નકકી કરાયું છે.
આ ઉપરાંત ભારત દર્શન સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેનમાં દક્ષિણ દર્શન માટે તારીખ 2થી 13 નવેમ્બર અને હરિહર ગંગે ટ્રેન તારીખ 16મીથી તા. 27મી નવેમ્બર માટેની દોડાવાશે.