Thursday, January 9, 2025
Homeઆંતરરાષ્ટ્રીયમૂળ ભારતના આ વ્યક્તિએ 500 કરોડમાં માત્ર એક JPG તસ્વીર ખરીદી

મૂળ ભારતના આ વ્યક્તિએ 500 કરોડમાં માત્ર એક JPG તસ્વીર ખરીદી

- Advertisement -

અમરિકામાં એક જેપીજી તસ્વીરની હરાજી કરવામાં આવી હતી. આ તસ્વીર 500 કરોડમાં વહેચાઈ છે. અને તેને ખરીદનાર મૂળ ભારતના એક વ્યક્તિ છે. તેઓ હાલ સિંગાપુરમાં રહે છે. આટલી મોટી રકમની માત્ર એક જેપીજી તસ્વીર ખરીદવામાં આવી હોવાથી દુનિયાભરમાં અચંબો મચી જવા પામ્યો છે. મૂળ ભારતના આ વ્યક્તિએ ડોલરની જગ્યાએ ક્રીપ્ટો કરન્સીમાં ચુકવણી કરી છે.

- Advertisement -

અમેરિકાના ડીજીટલ કલાકાર માઈકલ વિંકેલમાન જે બીપલના નામે ઓળખાય છે તેની એક જેપીજી તસ્વીર મૂળ ભારતના અને હાલ સિંગાપુરમાં રહેતા મેટાકોવનએ ખરીદી છે. તેઓએ તેઓએ મેટાપર્સની ફંડની સ્થાપના કરી છે. જે નોન-ફંજીબલ ટોકનને એકત્ર કરે છે. નોન-ફંજીબલ એવી આઈટમ્સ માટે ઉપયોગમાં લેવામાં આવે છે જેને એક્સચેન્જ કરી શકાતી નથી. ક્રિસ્ટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે મેટાકોવન, જેનું અસલી નામ જાહેર કરાયું નથી, તે વિશ્વના સૌથી મોટા એનએફટી ફંડ મેટાપર્સના સ્થાપક છે.

આ વર્ક, જેને “દરરોજ: પ્રથમ 5000 દિવસો” કહેવામાં આવે છે તે 5,000 વ્યક્તિગત છબીઓનું એક કોલાજ છે, જે 13 વર્ષના રોજીંદા કામનું પ્રતિનિધિત્વ કરે છે.બીપલને ટોચના ત્રણ સૌથી મૂલ્યવાન જીવંત કલાકારોમાં સ્થાન આપવામાં આવ્યું છે. પ્રથમ બે વ્યક્તિમાં ડેવિડ હોક અને જેફ કુન્સનું નામ આવે છે.

- Advertisement -

મેટાકોવન પાસે અત્યાર સુધી બેંક અકાઉન્ટ પણ ન હતું. અને હજુ તેમની પાસે પોતાનું ઘર કે ગાડી પણ નથી. તેણે વર્ષ 2013માં ક્રીપ્ટો કરન્સીની શરૂઆત કરી હતી.

નોન ફંજીબલ ટોકન આર્ટવર્કથી માંડીને સ્પોર્ટ્સ કાર્ડ અને વર્ચ્યુઅલ જમીન સુદ્ધા  પણ સામેલ હોય છે.       ઓપનસીના મતે તેનું માસિક વેચાણ જાન્યુઆરી માસમાં 8.63 કરોડ ડોલર સુધી પહોચી ચુક્યું છે. દિવસના 10 કલાક કોમ્પુટર પર જે વ્યક્તિ વિતાવતા હોય તેના માટે જ નોન ફંજીબલ ટોકનની દુનિયા છે. અને આ આર્ટનું ઘણું મહત્વ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular