જેવી રીતે શાહજહાંએ તેની પત્ની માટે પ્રેમના પ્રતિક સ્વરૂપ તાજમહાલ બનાવ્યો તેવી જ રીતે મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લાના એક વ્યક્તિએ તેની પત્ની માટે તેના પ્રેમના પ્રતીક તરીકે તાજમહેલની પ્રતિકૃતિ જેવું ઘર બનાવ્યું છે.
બુરહાનપુરના શિક્ષણવિદ આનંદ પ્રકાશ ચૌકસેએ તેમની પત્ની મંજુષાને તાજમહેલ જેવું ઘર ગિફ્ટ કર્યું છે. આ ઘરમાં 4 શયનખંડ, એક રસોડું, એક પુસ્તકાલય અને એક મેડિટેશન ખંડ છે. આ ઘરને બનાવવામાં 3 વર્ષ લાગ્યા હતા. તાજમહેલ જેવા આ ઘરનો વિસ્તાર મિનાર સહિત 90×90 છે. ઘરની અંદર કોતરણી માટે બંગાળ અને ઈન્દોરના કલાકારોની મદદ લેવામાં આવી છે. રાજસ્થાનના મકરાણાના કારીગરો દ્વારા ઘરનું ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. આગ્રાના ઉત્તમ કારીગરો દ્વારા જડતરનું કામ કરવામાં આવ્યું છે.