સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને પોતાના નાના દીકરા જહાંગીરની તસ્વીર અત્યાર સુધી બતાવી નથી. ત્યારે આજે પહેલીવાર સૈફ અલી ખાન નાના દીકરા સાથે જાહેરમાં આવ્યા છે. અને તેની ઝલક બતાવી છે. પહેલી વખત સૈફ અને કરીનાનો નાનો દીકરો જેહ એટલે કે જહાંગીર જાહરેમાં સ્પોટ થયો છે.
કરીના કપૂર ખાને ફેબ્રુઆરીમાં બીજા દીકરાને જન્મ આપ્યો હતો. પંરતુ ત્યારથી માંડીને આજ સુધી મીડિયા સામે તેની એક પણ તસ્વીર સામે આવી નથી. કરીના કપૂરના પિતા રણધીર કપૂરે પોતાના બાંદ્રા સ્થિત ઘર પર લંચનું આયોજન કર્યું હતું. જેમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર તેના બન્ને દીકરા તૈમુર અને જહાંગીર સાથે પહોચ્યા હતા. તે સમયે જહાંગીર પહેલી વખત જાહેરમાં સ્પોટ થયો છે.