ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના જેઠાલાલ પોતાની કોમેડી માટે ઘણા ફેમસ છે. અને ચર્ચામાં રહે છે. પરંતુ જેઠાલાલની સાથોસાથ તે જે અવનવા અને અતરંગી રંગોના શર્ટ પહેરે છે તે પણ ઘણા ચર્ચામાં હોય છે. જેઠાલાલ ખુબ જ યુનિક ડીઝાઇનના શર્ટ પહેરે છે.
જેઠાલાલના આ શર્ટ છેલ્લા 13 વર્ષથી મુંબઈમાં રહેતા જીતુભાઈ લાખાણી બનાવે છે. શો શરૂ થયો ત્યારથી જ તેઓ જેઠાલાલનાં શર્ટ બનાવી રહ્યા છે. જ્યારે પણ શોમાં કોઇ નવો સેગમેન્ટ હોય છે ત્યારે સ્પેશલ અરેજમેન્ટ કરવાના હોય છે. આ શર્ટની ડીઝાઈન તૈયાર કરતા માત્ર તેઓને 3 કલાક લાગે છે અને 2 કલાક શર્ટ બનાવતા થાય છે. આમ ડીઝાઇનથી માંડીને શર્ટ તૈયાર કરતા તેઓને માત્ર પાંચ કલાકનો જ સમય લાગે છે.
જીતુભાઈ લખાણીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે લોકો તેમની પાસે આવીને જેઠાલાલ સ્ટાઇલમાં શર્ટની માંગણી કરે છે. શોમાં જેઠાલાલ ઘણી યુનિક ડિઝાઇનના શર્ટ પહેરે છે. તેમના શર્ટ એટલા ફેમસ છે કે એક વખત શોમાં મેકર્સે શર્ટને લઈને જ આખો પ્લોટ ક્રિએટ કરી દીધો હતો.