સિંગાપુરના ચાંગી આંતરરાષ્ટ્રીય એરપોર્ટે રેકોર્ડ 12મી વખત વિશ્ર્વના બેસ્ટ એરપોર્ટ તરીકેનો ખિતાબ હાંસલ થયો છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા બે વર્ષથી આ ખિતાબ દોહાના હમદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને મળતો આવ્યો છે. એક જાણીતી એરપોર્ટ ટ્રાન્સપોર્ટ રિસર્ચ કંપનીએ અનેક માપદંડોના આધારે 2023ના વિજેતાઓના નામ જાહેર કર્યા હતાં. જાપાનની રાજધાની ટોક્યોના હનેડા એરપોર્ટે આ લિસ્ટમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. અમેરિકાના કોઈપણ એરપોર્ટને ટોપ-10માં સ્થાન મળ્યું નથી. સિંગાપુરના ચાંગી આંતરરાષ્ટ્રીય એરપોર્ટે વર્ષ 2013થી 2020 વચ્ચે સળંગ આઠ વર્ષ સુધી વિશ્ર્વના બેસ્ટ એરપોર્ટનો ખિતાબ જીત્યો હતો.