લોકો પોતાનું અને તેના પરિવારનું ગુજરાન ચલાવવા માટે નોકરી કે વ્યવસાય કરીને પૈસા કમાતા હોય છે. પરંતુ દેશમાં એવા ભીખારીઓ છે કે જેની આવક સામાન્ય માણસ કરતા વધુ છે. અને તેઓ કરોડોના માલિક છે. દેશના ટોપ 5 ભિખારીઓ એવા છે કે જેની સંપતી કરોડોમાં છે. અને મહીને તેઓ ભીખ માંગીને 50,000 થી 1,00,000 ની કમાણી કરે છે. દેશના આ ભીખારીઓ પાસે મોટી બેંક બેલેન્સ છે, ફ્લેટ છે છતાં પણ તેઓ ભીખ માંગે છે.
ભરતના સૌથી અમીર ભીખારીઓમાં સૌથી પ્રથમ નામ આવે છે મુંબઈના ભરત જૈનનું. જે મુંબઈના પરેલ ક્ષેત્રમાં ભીખ માંગે છે. તેના પાસે 2 ફ્લેટ છે. એક ફ્લેટની કિંમત 70લાખ છે. અને તે મહીને રૂ.75000 કમાય છે. જે એક નોકરી કરતા વ્યક્તિનો પગાર હોય છે.
બીજો નંબર આવે છે કોલકત્તાની લક્ષ્મીનો તે વર્ષ 1964થી 16 વર્ષની ઉંમરથી જ કોલકત્તામાં ભીખ માંગે છે. અને 50 વર્ષથી ભીખ માંગીને કરોડોની સંપતી ભેગી કરી લીધી છે. રોજે તે 1000થી પણ વધારે રૂપિયા ભેગા કરી લે છે.
ત્રીજા ક્રમે છે મુંબઈની ગીતા. તે મુંબઈના ચરણી રોડ પર ભીખ માંગે છે. એક ફ્લેટ ખરીદ્યો છે. જેમાં તેણી તેના ભાઈ સાથે રહે છે. મહીને લગભગ 45000 જેટલી તેણીની આવક છે.
ચોથા ક્રમે છે ચંદ્ર આઝાદ . જેનું વર્ષ 2019માં રેલ દુર્ઘટનામાં મૃત્યુ થઇ ગયું છે. અને બાદમાં પોલીસે તેના ઘરે જઈને જોયું તો તેના પાસે ગોવંડીમાં ઘર, અને બેંક એકાઉન્ટમાં 9 લાખ રૂપિયા હતા.
પાંચમાં ક્રમે છે બિહારના પપ્પુ. જેને એક દુર્ઘટનામાં પગમાં ફ્રેકચર થઇ ગયું હતું. અને ત્યારબાદ પટનામાં રેલ્વે સ્ટેશનો પર ભીખ માંગવાનું શરુ કર્યું. અને તેના પાસે હાલ 1.5 કરોડની સંપતિ છે.