ગાર્ડન સીટી તરીકે જાણીતા બેંગલુરૂના આંતરરાષ્ટ્રિય એરપોર્ટને રૂા. પ000 કરોડના ખર્ચે ઇકો ફ્રેન્ડલી એરપોર્ટ તરીકે વિકસાવવામાં આવ્યું છે. દુબઇની હાઇફાઇ ફાઇવ સ્ટાર હોટલોને પણ આટે તેવા આ અદ્યતન એરપોર્ટને બેંગલુરૂની ગાર્ડનની થીમ પર ભવ્ય ઓપ આપવામાં આવ્યો છે. તમામ લકઝરીયસ સુવિધાઓ સાથે નિર્માણ પામેલાં આ ભવ્ય એરપોર્ટને 11મી નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને સમર્પિત કરશે. બેંગલુરૂને ભારતનું આઇટી હબ પણ માનવામાં આવે છે. ત્યારે વિશ્ર્વભરમાંથી આવતા પ્રવાસીઓ આ ઇકો ફ્રેન્ડલી એરપોર્ટ જોઇને અભિભૂત થઇ જશે.