Thursday, December 26, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઆ દેશ થયો માસ્ક ફ્રી, વેક્સિન લીધી હશે તો નહી પહેરવું પડે...

આ દેશ થયો માસ્ક ફ્રી, વેક્સિન લીધી હશે તો નહી પહેરવું પડે માસ્ક

- Advertisement -

હાલ ભારત જે રીતે કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે તેવી જ પરિસ્થિતિ ગત વર્ષે અમેરિકામાં સર્જાઈ હતી. પરંતુ અમેરિકામાં હવે સ્થિતિ સામાન્ય બની રહી છે. અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓના કહેવા પ્રમાણે સંપૂર્ણપણે વેક્સિનેટેડ થઈ ચુકેલા અમેરિકનોએ ભારે ભીડ સિવાયની જગ્યાઓએ માસ્ક પહેરવાની જરૂર નથી.

- Advertisement -

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને એક ટ્વિટમાં લખ્યું છે કે , COVID-19 સામેની લડાઈમાં આપણે જે અસાધારણ પ્રગતિ કરી છે, તેના કારણે CDCએ આજે મોટી જાહેરાત કરી છે. બાઈડને લખ્યું હતું કે, ‘જો તમે સંપૂર્ણપણે વેક્સિનેશન કરાવી ચુક્યા છો તો તમારે ભીડભાડવાળી જગ્યા છોડીને બાકીની જગ્યાએ માસ્ક લગાવવાની આવશ્યકતા નથી. તમારા અને તમારી આજુબાજુના લોકોનો જીવ બચાવવા માટે વેક્સિનેશન જરૂરી છે.’

અમેરિકાની અગ્રણ્ય સ્વાસ્થ્ય સંસ્થા સીડીસીએ કહ્યું છે કે સંપૂર્ણ વેક્સીનેટ થઇ ચુકેલા અમરીકનોએ હવે માસ્ક પહેરવાની જરૂર નથી. જો ભીડવાળી જગ્યાએ તેઓ જાય છે તો માસ્ક પહેરવું પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular