દ્વારકામાં આવેલી રિધ્ધિ સિદ્ધિ સોસાયટી ખાતે રિદ્ધિ સિદ્ધિ યુવા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટની માલિકીના ગણપતિ ભગવાનના મંદિરના ગર્ભગૃહમાં ગત તારીખ 14 ના રોજ તસ્કરોએ પ્રવેશ કરી, સવારના સમયે 10 થી 10:30 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ગણપતિ ભગવાનની મૂર્તિ પર ચડાવવામાં આવેલું 250 ગ્રામ જેટલા વજનનું ચાંદીનું મુગટ ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું હતું.
આથી રૂ. 15,000 ની કિંમતના ચાંદીના મુગટની ચોરી કરવા સબબ સ્થાનિક રહીશ એવા મનોજભાઈ ચુનીલાલ સામાણી (ઉ.વ. 46) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે અજાણ્યા શખ્સો સામે આઈપીસી કલમ 380 તથા 454 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એ.એલ. બારસિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.