Sunday, January 11, 2026
Homeરાજ્યહાલારદ્વારકામાં રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકયા

દ્વારકામાં રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકયા

દાગીના અને રોકડ સહિત કુલ રૂા. 2.90 લાખનો મુદ્દામાલ ચોરાયો

દ્વારકામાં નાગેશ્વર રોડ ઉપર આવેલી લેમન ટ્રી હોટેલ નજીક રહેતા વિશાલ જયંતીભાઈ લુવાણીયા ગામના અબોટી બ્રાહ્મણ યુવાનના રહેણાંક મકાનમાં ગત તારીખ 14 સપ્ટેમ્બરના રોજ બપોરે ત્રણથી રાત્રે 9 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ ઘરના ઓસરીના ડેલાના દરવાજાનું તથા ઘરનું તાળું તોડી અનઅધિકૃત રીતે પ્રવેશ કર્યો હતો.
અહીં ઘરમાં રહેલા કબાટમાં રાખવામાં આવેલી સોનાની બે વીંટી તથા બુટી, સોનાની લકી, કાનના ઝુમર, પેન્ડલ, ગળામાં પહેરવાની સોનાની માદરડી વિગેરે મળી કુલ રૂપિયા 2,05,000 ના સોનાના દાગીના ઉપરાંત અહીં રાખવામાં આવેલી રૂપિયા 85 હજારની રોકડ રકમ મળી કુલ રૂપિયા 2,90,000 ના મુદ્દામાલની ચોરી કરીને લઈ ગયા હોવાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ બનાવને અનુલક્ષીને પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તસ્કરોને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસ આરંભી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular