Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરચોરાઉ સીએનજી રીક્ષા સાથે તસ્કર ઝડપાયો

ચોરાઉ સીએનજી રીક્ષા સાથે તસ્કર ઝડપાયો

- Advertisement -

જામનગર શહેરમાં સમર્પણ સર્કલ નજીકથી પેટ્રોલપમ્પ પાસેથી સીએનજી રીક્ષા ચોરીના બનાવમાં પોલીસે ચોરાઉ રીક્ષા સાથે શખ્સને ઝડપી લઇ તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સમર્પણ સર્કલ પાસે સીએનજી પેટ્રોલ પમ્પ નજીક પાર્ક કરેલી જીજે-03-એડબલ્યુ-0908 નંબરની રીક્ષા અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હતો. આ રીક્ષા ચોરી અંગેની હેકો ખીમશી ડાંગર, હોમદેવસિંહ જાડેજા, હર્ષદ પરમાર, વનરાજ ખવડને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી નયના ગોરડિયા અને પીઆઇ એ.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી એ પરમાર, હેકો ફૈઝલ ચાવડા, જાવેદભાઈ વજગોળ, નારણ સદાદિયા, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, યશપાલસિંહ જાડેજા, પો.કો. ખીમશીભાઈ ડાંગર, યુવરાજસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે ધરારનગરથી સાત નાલા તરફ વોચ ગોઠવી પસાર થતી જીજે-03-એડબલ્યુ-0908 આંતરીને મુળ દ્વારકા અને હાલ જામનગરમાં વામ્બે આવાસમાં રહેતાં દિપક મંગા સીંગરખીયા નામના શખ્સને ચોરાઉ રીક્ષા સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular