જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાંથી બાઇક તેમજ રિક્ષા ચોરી આચરનાર તસ્કરને સીટી સી ડિવીઝન પોલીસ સ્ટાફે દબોચી લઇ ચોરાઉ બન્ને વાહનો કબજે કર્યા હતા.
આ અંગેની વિગત મુજબ જામગનગર ગોકુલનગર સાયોના શેરી વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉ 35000ની કિંમતનું જી.જે. 10 એસ4689 અને તેજ વિસ્તારમાંથી 30000ની કિંમતની જી.જે.-03 એયુ-3268 નંબરની રિક્ષા અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. તપાસ દરમ્યાન પો.કો. હોમદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, હર્ષદ પરમારને મળેલી બાતમીને આધારે ડીવાયએસપી નૈના ગોરડીયાની સૂચનાથી પીઆઈ એ.આર.ચૌધરી, પ્રો. પીઆઇ કે.એસ. માણિયા તથા હે.કો. મહેન્દસિંહ ચુડાસમા, પો. કો. શિવભદ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, વનરાજ ખવડ, મહાવીરસિંહ જાડેજા, હર્ષદ પરમાર હોમદેવસિંહ જાડેજા, પ્રવિણ પરમાર સહિતના સ્ટાફે વોચ ગોઠવી ખોડિયાર કોલોની બકાલા માર્કેટ તરફથી ગોલ્ડન સીટી તરફ આવી રહેલા બાઇક સવારને આંતરીને પૂછપરછ કરતાં વિશાલ રાજુ ચાવડા નામના શખ્સ પાસે રહેલું બાઇક ચોરાઉ હોવાની કેફિયત આપી હતી. તેમજ પોલીસની પૂછપછરમાં 30,000ની રિક્ષા ચોરીની પણ કબુલાત આપતાં પોલીસ ચોરાઉ રિક્ષા અને બાઇક કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.