Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયપૂરગ્રસ્ત વિસ્તારોમાં હવે મહામારીનો ખતરો

પૂરગ્રસ્ત વિસ્તારોમાં હવે મહામારીનો ખતરો

પાણીજન્ય રોગચાળો ગંભીર સમસ્યા ઉભી કરી શકે છે : કોલેરા, ટાઈફોઈડ, હેપેટાઈટીસ અને ગેસ્ટ્રો એન્ટેરાઈટીસનું જોખમ : દિલ્હી ઉપરાંત હરિયાણા, પંજાબ, હિમાચલમાં સૌથી વધુ ખતરો

- Advertisement -

ઉત્તર ભારતના હિમાચલ,હરિયાણા, પંજાબ સહિતના પૂરગ્રસ્ત રાજયોમાં પૂરની આફત બાદ હવે મહામારીનું સંકટ મંડરાવા લાગ્યું છે. અનેક શહેરો અને ગામડાંઓ યમુના સહિતની નદીઓના પૂરથી જળમગ્ન બની ગયા છે. પાંચ-પાંચ દિવસથી પૂરના પાણીથી ઘેરાયેલા રહેલાં આ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઓસર્યા બાદ પૂર સાથે આવેલાં કાદવચ કિચડ અને ગંદકીથી રોગચાળાનો ખતરો ઉભો થયો છે. તંત્ર સામે પૂર બાદ રોગચાળાને નાથવાની મોટી જવાબદારી ઉભી થશે પૂરગ્રસ્ત વિસ્તારોમાં જો તાકિદે સાફસફાઇ હાથ ધરવામા નહીં આવે તો ભયંકર મહામારી ફાટી નિકળવાની દહેશત તજજ્ઞો દ્વારા વ્યકત કરવામાં આવી છે. ખાસ કરીને રાજધાની દિલ્હીમાં ઉભી થયેલી અભૂતપૂર્વ પૂરની પરિસ્થિતિ બાદ રોગચાળાનું સંકટ વધુ ઘેરૂં બન્યું છે. દિલ્હીના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે.
ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પૂરના સંકટથી ઝઝૂમી રહ્યુ છે. ગત તારીખ 13 જુલાઈના રોજ યમુના નદીમાં પાણીનું લેવલ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર પર 208 મીટરથી વધારે ઉંચાઈ પર પહોચી ગયું હતુ. જો કે હવે પાણીનું સ્તર ધીમે-ધીમે ઘટવાનું શરૂ થયું છે પરંતુ દિલ્હીના ઘણા વિસ્તારો જેમ કે કાશ્મીરી ગેટ, આઈટીઓ અને રાજઘાટમાં હજુ પણ પુરના પાણી ઓસર્યા નથી. અને પરિસ્થિતિમાં જો પુરતુ ધ્યાન આપવામાં નહીં આવે તો જનઆરોગ્ય પર મોટું સંકટ ઊભું થઈ શકે તેવી શક્યકા રહેલી છે. આરોગ્ય નિષ્ણાતોના કહેવા પ્રમાણે પૂર દરમિયાન અને જ્યારે પુરનું પાણી ઓસર્યા બાદ સ્વાસ્થ્ય સંબંધિત મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

- Advertisement -

આરોગ્ય નિષ્ણાતોના કહેવા પ્રમાણે પુર બાદ સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ વધી જાય છે. આમાં સૌથી મોટો ખતરોના ગંદા પાણીથી બીમારી ફેલાતાની રોગોની નિષ્ણાતો ચિંતા જતાવી રહ્યા છે. યમુના નદીના પૂરનું ગંદાપાણી, ઔદ્યોગિક કચરો અને અન્ય હાનિકારક પદાર્થો સહિત વિવિધ પ્રદૂષકોથી દૂષિત થઈ શકે તેવી શક્યતા છે. આ પ્રદુષિત ગંદા પાણીથી વિવિધ રોગો ફેલાઈ શકે છે. જેવા કે કોલેરા, ટાઈફોઈડ, હેપેટાઈટીસ અ અને ગેસ્ટ્રોએન્ટેરાઈટીસનું જોખમ વધી શકે છે. તેમજ પૂરના દૂષિત પાણી પીવાથી અથવા તેના સંપર્કમાં આવવાથી ચેપ લાગવાની શક્યતા રહેલી છે. પૂરના કારણે પાણી જ્યા ભેગુ થાય છે ત્યા મચ્છરોનું બ્રીડિંગ સ્થળ બની જાય છે.

પૂર દરમિયાન અને તેના પછીના સમયમાં મચ્છરોની સંખ્યામાં ભયંકર વધારો થવાને કારણે ડેન્ગ્યુ તાવ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો ઝડપથી ફેલાઈ શકે છે. પૂરના દૂષિત પાણીમાં સીધો સંપર્ક થતા ચામડીના રોગોની સમસ્યાઓ અને ચેપ લાગવાનો ભય રહે છે. આ રોગ ફેલાવો કરતા જંતુઓની સંખ્યામાં વધારો થવાથી વિવિધ રોગો ફાટી નીકળવાનું જોખમ વધી શકે છે. આ ઉપરાંત દૂષિત પાણીના સંપર્કમાં આવવાથી કોઈને વાગેલુ હોય તેવી જગ્યા પર ખાસ કરીને વધારે ચેપ લાગતો હોય છે. તેવા લોકોએ આવા સમયે ખાસ સંભાળવું જોઈએ. ગંદા પાણી અને આવી ખરાબ સ્થિતિમાં લાંબા સમય સુધી રહેવાથી ત્વચા પર ફોલ્લીઓ, દાઝવું તેમજ ફંગલ ઇન્ફેક્શનમાં વધારો થવાની શક્યતા રહેલી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular