ફોરેન એસેટ ઇન્વેસ્ટીગેશન યુનિટના રડારમાં અમદાવાદ, રાજકોટ અને વડોદરાના 400 કરદાતાઓ આવતા તપાસ શરૂ કરી દેવામાં આવી ગયા છે. જ્યારે સુરતના 300 કરદાતાઓ ઈન્કમટેક્સ વિભાગે ઓળખી લેતાં કુલ 700 કરદાતાઓ આઈટીની ઝપટમાં આવી ગયા છે. વિદેશમાં મિલકતો અને ખાતાં ધરાવતા કરદાતાઓમાં સૌથી વધુ અમદાવાદના હોવાની માહિતી જાણવા મળી છે. અમદાવાદ ઇન્કમટેકસના એફએઆઈઈ યુના અધિકારીઓએ ખાનગી રાહે કેટલાક ગુજરાતીઓની માહિતી એકત્ર કરીને તપાસ શરૂ કરી દીધી છે. નજીકના દિવસોમાં ગુજરાતી કરદાતાઓને નોટિસ આપીને તેમના નિવેદનો લેવામા આવશે.
આઇટીના ટોચના સૂત્રોએ જણાવ્યુ કે ફોરેન એસેટ ઈનવેસ્ટીગેશ યુનિટે દેશમાં 14 ઈનવેસ્ટીગેશન ડાયરેક્ટોરેટ યુનિટ શરૂ કર્યા છે. સર્ચ અને સીઝરના પાવર આપવામા આવ્યા છે. તપાસ કરવા માટે 70 વધારાની પોસ્ટ ઉભી કરાઈ છે જે
ઇનવેસ્ટીગેશન વિભાગ પાસે રહેશે. ગત નવેમ્બરમાં કેન્દ્રના નાણા મંત્રાલયે મંજૂરી આપ્યા બાદ સીબીડીટીએ ફુલ પ્રુક પ્લાન બનાવ્યો હતો. જેમાં જાહેર નહિ કરેલી મિલકતો અને વિદેશી ખાતાઓ શોધી કાઢવા પર ફોકસ રાખવા સૂચના અપાઈ છે. વિદેશમાં મિલકતો અને બેન્ક ખાતાઓ શોધી કાઢવા માટે સીબીડીટી પાસે ઓટોમેટિકલી એક્સચેન્જ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે જે ભારતીયો વિદેશમાં મિલકતો ધરાવે છે તેમની માહિતી સીબીડીટીને મળી જાય છે. એટલુ જ નહિ ઇન્કટેકસ રિર્ટન ફાઇલ કરતી વખતે વિદેશી મિલકત અન બેન્ક ખાતાઓની માહિતી એક કોલમમાં આપવાની હોય છે. જે કરદાતાઓ માહિતી આપતા નથી તેમની જાણકારી જુદા જુદા દેશોની સેન્ટ્રલ એજન્સીઓ ભારત સાથે થયેલા કરાર મુજબ આપી દે છે. મૂળ ભારતીય હોય અને વિદેશમાં મિલકતો ઘરાવતા હોય તેવા કરદાતાઓ પણ રડારમાં આવી જશે. વિદેશમા વસાવેલી મિલકતો શોધી કાઢવા માટે સીબીડીટી ડબલ ટેકસેસન એવોઇડન્સ એગ્રીમેન્ટ,ટેકસ ઇન્ફોર્મેશન એક્સચેન્જ એગ્રીમેન્ટ અને ફોરેન એકાઉન્ટ ટેક્સ કમ્પલાયન્સ એક્ટનો અમલ કરીને કામ કરશે.
પનામા કેસમાં જે ગુજરાતીઓના નામ ખુલ્યા હતા તેમની મુશ્કેલીઓ હવે વધી જશે. જૂન ર021 સુધીમાં 20 હજાર કરોડની બેનામી સંપત્તિ શોધી કાઢવામા આવી છે જેમાં ભારતના 500 કરદાતાઓની યાદીમાં 19 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. 19 કરદાતાઓના અમદાવાદ ઇન્કટેક્સ દ્વારા નોટિસો આપીને નિવેદનો લેવાયા હતા. હવે તમામ સામેની તપાસ કરવા માટે કેસ રિ-ઓપન કરશે અને નવા કાયદાનો અમલ કરાશે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા,મોડાસા, પેટલાદ,ભાવનગર,સુરત અને ભુજના 19 ગુજરાતી કરદાતાઓ પનામા કેસમાં નામ ખુલ્યા હતા.