Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં પાર્ક કરેલ ટ્રકમાંથી જુદાં-જુદાં પાર્ટસની ચોરી

જામનગરમાં પાર્ક કરેલ ટ્રકમાંથી જુદાં-જુદાં પાર્ટસની ચોરી

- Advertisement -

જામનગર શહેરમાં વ્હોરાના હજીરા પાસે નદીના પટમાં પાર્ક કરેલા ટ્રકમાંથી અજાણ્યા તસ્કરોએ કેબિન અને બોડીના જુદાં-જુદાં પાર્ટસ કાપીને ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા શકિતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નામના ટ્રાન્સપોર્ટરનો ટ્રક ગત તા.11 થી 21 ઓગસ્ટ સુધીના દિવસો દરમિયાન વ્હોરાના હજીરા પાસે નદીના પટમાં પાર્ક કરેલ હતો તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ ટ્રકની કેબિન અને બોડીના જુદા જુદા રૂા. 50 હજારની કિંમતની પાર્ટસની ચોરી કરી ગયા હતાં. આ બનાવ અંગે ટ્રાન્સપોર્ટર દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફે અજાણ્યા તસ્કર વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular