Sunday, January 18, 2026
Homeરાજ્યજોડિયાના પીઠડ ગામમાંથી પાણીની બે મોટરની ચોરી

જોડિયાના પીઠડ ગામમાંથી પાણીની બે મોટરની ચોરી

બે સપ્તાહ પૂર્વે તસ્કરો મોટર ચોરી ગયા : તસ્કરો હાથવેંતમાં

જોડિયા તાલુકાના પીઠડ ગામમાં મંદિર પાસે આવેલી નદીમાં રાખેલી બે ખેડૂતોની પાણીની રૂા.33 હજારની કિંમતની મોટર અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના પીઠડ ગામની સીમમાં આવેલા મંદિર નજીકની નદીમાં વાસુરભાઈ બરબસીયાની પાણીમાં રાખેલી રૂા.20 હજારની કિંમતની મોટર તથા નિર્મળસિંહ જાડેજાએ તેની પીઠડથી રસનાળ જવાના માર્ગ પર આવેલી નદીમાં રાખેલી રૂા.13 હજારની કિંમતની પાણીની મોટર મળી કુલ રૂા.33 હજારની કિંમતની બે મોટરો અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં. આ ફરિયાદના આધારે હેકો એમ.ડી.શિયાર તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આ તસ્કરો હાથવેંતમાં હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular