કાલાવડના રણુજારોડ ઉપર સ્પીનીંગ મિલ કંપનીમાંથી અજાણ્યા શખ્સોએ કંપનીના એમ.ડીની ઓફીસની બારીમાં પ્રવેશ કરી મેઈન ટેબલના ડ્રોવરના લોક તોડી રૂ. 3 લાખની રોકડ ચોરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકામાંરણુજા રોડ ઉપર આવેલ એન્જલ ફાઈબર લીમીટેડ (સ્પીનીંગ મિલ) નામની કંપનીમાં ગત તારીખ 1 જુલાઈના રોજ રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએકંપનીની દીવાલ ટપી કંપનીમાં પ્રવેશ કરી એમ.ડી. ઓફિસની બારી ખોલી ઓફિસમાં પ્રવેશ કરી મેઈન ટેબલના ડ્રોવરના લોક તોડી તેમાં રાખેલ થેલા માંથી રૂ 3 લાખની રોકડ ચોરી કરી ગયા હતાં. આ ચોરી અંગેની જાણ થતા મનસુખભાઈ ભાઈ દ્વારા જાણ કરાતા કાલાવડના પી.આઈ. યુ.એચ.વસાવા સહિતના સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ચોરીના બનાવની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.