જામનગર શહેરની ખાનગી હોસ્પિટલમાં કસરત વિભાગમાંથી કલ્યાણપુરના યુવાનનો મોબાઇલ અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હતો. જામનગર શહેરમાંથી આધેડનો મોબાઇલ અજાણ્યો તસ્કર ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના માલેતા ગામના વાડી વિસ્તારમાં રહેતો હેમંતભાઈ જયેશભાઈ ડુવા (ઉ.વ.26) નામનો યુવાન ગત તા.6 ના રોજ સવારના સમયે જામનગર શહેરમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં કસરત વિભાગમાં હતો તે દરમિયાન તેનો રૂા.21,000 ની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન અજાણ્યો તસ્કર ચોરી કરી લઇ ગયો હતો. આ અંગેની જાણ કરતા હેકો એ એન નિમાવત તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના જોગસપાર્ક સામેના પાર્ક કોલોની વિસ્તારમાં રહેતાં દિપલભાઈ જોગેન્દ્રનાથ નામના આધેડ ગત તા.11 ના રોજ સાંજના સમયે વિરલબાગ પાસે નવલભાઈ મિઠાઈવાળાની દુકાન નજીકના માર્ગ પરથી જતાં હતાં તે દરમિયાન અજાણ્યા તસ્કરે આધેડનો રૂા.5000 ની કિંમતનો મોબાઇલ ચોરી કરી ગયા હતાં. બનાવની જાણ થતા હેકો આર.ડી.વેગાડ તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.