જામનગર તાલુકાના સીક્કા ગામમાં ડીસીસી કંપનીની જેટીના ડોકયાર્ડમાં આવેલા ખુલ્લા વાડામાંથી તસ્કરો લોખંડના કેબલની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં ડીસીસી સિમેન્ટ કંપનીની જેટીના ડોકયાર્ડમાં પઢીયાર્સ હાઇટેક એન્જીનિયરીંગ સર્વિસીસ નામની પેઢીના ખુલ્લા વાડામાંથી ગત તા.1 મે થી 2 મે સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ વાડામાં પ્રવેશ કરી લોખંડના એંગલ અને ટૂકડા તથા કેબલ સહિત રૂા.20 હજારની કિંમતનું 400 કિલો લોખંડ ચોરી ગયા હતાં. આ અંગેની પેઢીના સંચાલક વિમલ પઢીયાર દ્વારા જાણ કરાતા હેકો એસ.ડી. જાડેજા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.