જામનગરની જી. જી. હોસ્પિટલમાં આવેલી ન્યુ પી જી હોસ્ટેલના ત્રીજા માળે રૂમ નં.321 માં રહેતાં તબીબ વિદ્યાર્થીનો મોબાઇલ અને એક લેપટોપ મળી કુલ રૂા.1,05,000 ની કિંમતના સામાનની ચોરીના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવો જામનગર શહેર અને જિલ્લામાં બેખોફ રીતે વધતા જાય છે. ત્યારે અહીની જી. જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલા ન્યુ પી જી હોસ્ટેલમાં ત્રીજા માળે રૂમ નં.321 માં રહેતાં અને અભ્યાસ કરતાં તબીબ હર્ષિતભાઈ પટેલ નામના યુવાનના રૂમમાં તા.3 ના મધ્યરાત્રિના 2:00 વાગ્યાથી સવારે 8:45 વાગ્યા સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ રૂમમાં પ્રવેશ કરી સેમસંગ ગેલેકસી એસ23 અલ્ટ્રા 90 હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા જયેશ ગોજીયા નામના વિદ્યાર્થીનું રૂા.15,000 ની કિંમતનું એચપી કંપનીનું લેપટોપ મળી કુલ રૂા.1,05,000 ની કિંમતના મોબાઇલ અને લેપટોપની ચોરીના બનાવ અંગેની જાણ કરતા પીએસઆઈ ડી.બી.લાખણોત્રા તથા સ્ટાફે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.