જામનગર તાલુકાના કનસુમરા ગામમાં આવેલા જુદાં-જુદાં ચાર કારખાનાઓમાં તસ્કરોએ તરખાટ મચાવી 36 હજારની કિંમતના મુદ્દામાલની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના કનસુમરા ગામમાં ગત તા.11 ઓકટોબરના રાત્રિના 11 વાગ્યાથી તા.12 ના સવારે 7:30 વાગ્યા સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં તસ્કરોએ જામનગરના બ્રિજેશભાઈ સાદરીયા નામના યુવાનના શ્રીરામ મેટલ ઈન્ક તથા બિપીન બ્રાસ ઈન્સ્ટ્રીઝ, ક્રિષ્ના પ્રોડકટસ અને ખીરા સ્ટીલ નામના ચાર સ્થળોએ ત્રાટકી કારખાનાઓના દરવાજા અને સટર તોડી અંદર પ્રવેશ કરી રૂા.12000 ની રોકડ રકમ અને રૂા.2000 ની તિજોરી તથા રૂા.2000 ની કિંમતની ચાંદીના ગણપતિની મૂર્તિ અને ચાંદીના સીક્કા ચાર નંગ તેમજ રૂા.20000 ની કિંમતની સોનાની વીંટી સહિત રૂા.36 હજારની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતાં. આ અંગે બ્રિજેશભાઈની ફરિયાદના આધારે પીએસઆઈ એમ.વી.મોઢવાડિયા તથા સ્ટાફે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.