જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા બ્રાસપાર્ટના કારખાનામાં નોકરી કરતા કર્મચારીએ સાત લાખની કિંમતના મોર્ટાઈઝ હેન્ડલના 460 નંગ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં હિરજી મિસ્ત્રી રોડ પર રહેતાં અને બ્રાસપાર્ટનો વ્યવસાય કરતાં જયમીન દિલીપકુમાર શાહ નામના વેપારી યુવાનના ઉદ્યોગનગર એસોસિએશનની બાજુમાં આવેલા નિયો ઈન કોર્પોરેશન નામની પેઢીમાં માલસામાન પેક કરવાનું તથા ટ્રાન્સપોર્ટમાં મોકલવાની ફરજ બજાવતા કમલેશ કિશોર કમોયા નામના શખ્સે ત્રણ માસ દરમિયાન કારખાનામાંથી રૂા.7 લાખની કિંમતના 460 નંગ મોર્ટાઈઝ હેન્ડલની ચોરી કરી ગયો હતો. આ અંગેની ફરિયાદ વેપારી દ્વારા નોંધાવાતા પીએસઆઈ એચ ડી હિંગરોજા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.