Wednesday, January 8, 2025
Homeરાજ્યહાલારખંભાળિયા પાસેની કંપનીમાંથી કોપર વાયરની બે તસ્કરો દ્વારા ચોરી

ખંભાળિયા પાસેની કંપનીમાંથી કોપર વાયરની બે તસ્કરો દ્વારા ચોરી

સીસીટીવી કેમેરામાં કેદ તસ્કરોને સિકયોરિટીએ દબોચ્યા: પોલીસે બંનેનો કબ્જો સંભાળી તપાસ આરંભી

- Advertisement -

ખંભાળિયા – જામનગર હાઈવે પર આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરતા શ્રમિકોએ કોપર વાયરની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા બાદ આરોપીઓને કંપની સિક્યુરિટીએ ઝડપી લઈ અને પોલીસને હવાલે કર્યા હતા.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે જામનગર ખાતે રહેતા અને ખંભાળિયા નજીક જામનગર હાઈવે પર આવેલી ન્યારા એનર્જી રિફાઇનરી કંપનીમાં પોલીસ લાઇઝન સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા રણજીતસિંહ સુરુભા મોયા દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરતી વખતે કંપનીમાં કોલ સ્ટોક યાર્ડની બાઉન્ડ્રીમાં રહેલા પાણીના નાલામાંથી કંપનીમાં એજન્સીના કામ કરતા બે મજૂરો કોપર કેબલ વાયર બહાર કાઢતા જોવા મળ્યા હતા. આથી સિક્યુરિટી સ્ટાફે આ સ્થળે દોડી જઈ અને જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખાતે રહેતા જેઠા ખેરા વઘોરા અને ખંભાળિયા તાલુકાના વાડીનાર ધાર ખાતે રહેતા વિજય આલા મુછડીયા નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી રૂપિયા 12,000 ની કિંમતનો 30 કિલોગ્રામ જેટલો કોપર વાયર કબજે લેવામાં આવ્યો હતો. જેથી સિક્યુરિટી સ્ટાફની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ઉપરોક્ત બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 379 તથા 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular