જામનગર તાલુકાના નાના થાવરિયા ગામમાં મજૂરી કામ કરતા શ્રમિકના મકાનમાં તસ્કરોએ દરવાજાના નકૂચા તોડી અંદર પ્રવેશ કરી કબાટમાંથી રૂા.12,500 ના સોના-ચાંદીના દાગીના અને રૂા.25,000 ની રોકડ રકમ સહિતની માલમતા ચોરી કરી ગયા હતાં.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નાના થાવરીયા ગામમાં રહેતાં રમેશભાઈ જેપાળ નામના મજૂરી કામ કરતા યુવાનના મકાનમાંથી બુધવારે સવારે 9:30 થી બપોરે 1 વાગ્યા સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને તસ્કરોએ મુખ્ય દરવાજાના નકૂચા તોડી પ્રવેશ કરી રૂમમાં રહેલા કબાટની તિજોરીમાંથી રૂા.12,500 ની કિંમતના સોના-ચાંદીના દાગીના, રૂા.25,000 ની રોકડ રકમ મળી કુલ રૂા.37,500 ની માલમતાની ચોરી કરી ગયા હતાં. ચોરીના બનાવની જાણ થતા પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.