Saturday, December 6, 2025
Homeરાજ્યફલ્લા ગામમાં એગ્રોની દુકાનમાંથી રોકડ રકમની ચોરી

ફલ્લા ગામમાં એગ્રોની દુકાનમાંથી રોકડ રકમની ચોરી

20 દિવસ પૂર્વે 75 હજાર રોકડા અજાણ્યો તસ્કર ચોરી ગયો : પોલીસ દ્વારા તપાસ

જામનગર તાલુકાના ફલ્લા ગામમાં આવેલી જંતુનાશક દવાની દુકાનમાં રાખેલા થેલામાંથી અજાણ્યા તસ્કર રૂા.75 હજારની રોકડ ભરેલુ પર્સ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ફલ્લા ગામમાં આવેલી જોડિયા તાલુકાના નેસડા ગામના સુનિલ ફારુકભાઈ લૈયા નામના યુવાનની ગુજરાત એ્રગો કેમિકલ્સ નામની જંતુનાશક દવાની દુકાનમાંથી 20 દિવસ પૂર્વે થડા ઉપર રાખેલા થેલામાંથી રૂા.75 હજારની રોકડ ભરેલુ પર્સ કોઇ અજાણ્યો તસ્કર ચોરી કરી લઇ ગયા હોવાની જાણ કરતા હેકો એન.વી. ગઢવી તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તસ્કરનું પગેરું મેળવવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular