જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જાયવા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપની ઓફિસમાંથી મધ્યરાત્રિના સમયે ચાર જેટલા અજાણ્યા તસ્કરોએ ઓફિસનો દરવાજો તોડી ટેબલના ખાનામાંથી રૂા.1.13 લાખની રોકડ રકમની ચોરી કરી ગયા હતાં.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર – રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ તાલુકાના જાયવા ગામ નજીક આવેલા વિરાજ પેટ્રોલ પંપમાં ગત તા.05 ની મધ્યરાત્રિના ત્રણ વાગ્યાથી સાડા ચાર વાગ્યા સુધીના દોઢ કલાકના અરસામાં ચાર જેટલા અજાણ્યા તસ્કરોએ પેટ્રોલ પંપ પર આવી ઓફિસનો દરવાજો તોડી અંદર ટેબલના ખાનામાં રહેલા થેલામાં રાખેલી રૂા.1.13 લાખની રોકડ રકમ ચોરી કરી ગયા હતા આ અંગે ગીરીરાજસિંહ ગોહિલ દ્વારા જાણ કરાતા પીએસઆઈ પી. જી. પનારા તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.