જામનગર તાલુકાના જગા ગામમાં રહેતાં યુવાન તેના પરિવાર સાથે લગ્ન પ્રસંગે બહાર ગામ ગયા હતાં તે દરમિયાન તસ્કરોએ તાળા તોડી મકાનમાંથી રોકડ રકમ અને સોનાના દાગીના સહિતની માલમતા ચોરી કરી ગયા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના જગા ગામમાં રહેતા હકુભા જીવુભા જાડેજા ડ્રાઈવિંગ કરતા યુવાન તેના પરિવાર સાથે ગત તા. 8 અને તા.9 ના રોજ લગ્નપ્રસંગે બહાર ગામ ગયા હતાં તે દરમિયાન પાછળથી તસ્કરોએ મકાનના તાળા તોડી પ્રવેશ કરી કબાટમાં રાખેલી રૂા.30 હજારની રોકડ રકમ અને રૂા.8 હજારની કિંમતની સોનાની બે વીટી તેમજ રૂા.500 ની કિંમતનો એક ઓમકાર સહિત કુલ રૂા.38500 ની માલમતા ચોરી કરી ગયાના બનાવ અંગે પીએસઆઇ જે.પી. સોઢા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.