કાલાવડ તાલુકાના નિકાવાથી ચારણ પીપળીયા જવાના માર્ગ પર આવેલાં ભરડીયામાં ઇલેકટ્રીક રૂમમાંથી મશીન સુધી પાથરેલાં રૂા.68,000ની કિંમતનો કેબલ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે અજાણ્યા ત્રણ તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના નિકાવા ગામથી ચારણ પીપળીયા જવાના માર્ગ પર આવેલાં મારૂતી સ્ટોન ક્રશર નામના ભરડીયામાં ઇલેકટ્રીક રૂમથી મશીન સુધી પાથરેલાં રૂા.68,000ની કિંમતના 16 એમએમના 300 મીટર કેબલ સોમવારે મધ્યરાત્રીના સમયે મોઢે રૂમાલ બાંધેલા ત્રણ તસ્કરોએ ત્રાટકીને દાતરડા વડે આ કેબલ વાયર કાપી ચોરી કરી ગયા હતાં. આ બનાવ અંગે ભરડીયાના માલીક મુકેશભાઇ ભુત દ્વારા જાણ કરતા પ્રો.પીઆઇ પી.પી.ઝા તથા સ્ટાફે ત્રણ તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી સીસીટીવીના ફુટેજના આધારે શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.