કાલાવડ નજીક આવેલા વૃદ્ધ ખેડૂતના ખેતરમાં તેમની તથા તેમની બાજુના ખેતરમાંથી અજાણ્યા તસ્કરો મકાનના તાળા તોડી સામાન વેર વિખેર કરી છ હજારનો કેબલ વાયર ચોરી કરી ગયા હતાં.
ચોરીના બનાવની વિગત મુજબ, કાલાવડ શહેરમાં ગોવિંદપરા વિસ્તારમાં રહેતાં પુરૂતોમભાઈ નાથાભાઈ ફળદુ નામના વૃદ્ધ ખેડૂતના ખેતરમાંથી તથા જયેશભાઈ ફળદુ અને અરવિંદભાઈ ફળદુના ખેતરમાં ત્રાટકીને રૂા.6000 ની કિંમતના 480 ફુટ કેબલ વાયરની ચોરી કરી ગયા હતાં. વાડીના મકાનના તાળા તોડી અંદર રાખેલ સામાન વેર વિખેર કરી નાખ્યો હતો. આ ચોરીની જાણ પુરૂષતોમભાઈ દ્વારા કરવામાં આવતા હેકો જે.એચ.પાગડાર તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.