જામનગરમાં પવનચકકી નજીકથી વેપારી યુવાનના ખીસ્સામાં રહેલા મોબાઇલ ફોનની અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા વેપારી યુવાન સુરેશભાઈ વલ્લભભાઈ વશીયર ગત તા.6 ના રોજ રાત્રિના સમયેપવનચકકી પાસે પેટ્રોલ પંપ નજીક હતાં. ત્યારે તેના ખીસ્સામાં રહેલો રૂા.10,000 ની કિંમતનો મોબાઇલ અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હતો. આ અંગેની જાણના આધારે હેકો પી.ટી. જાડેજા તથા સ્ટાફે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.