Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં કારખાનામાંથી બ્રાસના સામાનની ચોરી

જામનગર શહેરમાં કારખાનામાંથી બ્રાસના સામાનની ચોરી

રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરોનો તરખાટ : રૂા.1,17,500 ની કિંમતનો બ્રાસ ચોરી ગયા : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર શહેરમાં રોઝી પંપ સર્કલથી આશાપુરા સર્કલ વચ્ચે આવેલા બ્રાસપાર્ટના કારખાનાની દિવાલ ટપી અને અંદરની મુખ્ય દિવાલ તોડી કારખાનામાંથી રૂા.1,17,500 ની કિંમતના બ્રાસના સળિયાની ચોરીના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહરેમાં એરફોર્સ 2 રોડ પર સત્યમ કોલોની સામે આવેલી સરસ્વતિ સોસાયટીમાં રહેતાં રૂસિપ જેન્તીભાઈ રૂણાગારીયા નામના વેપારી યુવાનને રોઝી પંપ સર્કલથી આશાપુરા સર્કલ વચ્ચે ઈન્દીરા મેઈન રોડ પર ભૂમિ મેટલ નામના કારખાનામાંથી મંગળવારે રાત્રિના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ કારખાના દિવાલ પરથી અંદર પ્રવેશી મુખ્ય દરવાજાની બાજુની દિવાલ તોડી કારખાનામાં પ્રવેશ કર્યો હતો અને કારખાનામાંથી રૂા.1,17,500 ની કિંમતના બ્રાસના સળિયા તેમજ નાના મોટી છાપેલી બ્રાસની આઈટમો સહિતનો 250 કિલોનો જથ્થો ચોરી કરી ગયા હતાં. આ ચોરીના બનાવમાં વેપારી દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ વેપારીના નિવેદનના આધારે ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular