Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ઠેબા બાયપાસ પાસે ડમ્પર અને ટ્રકમાંથી બેટરીઓની ચોરી

જામનગરમાં ઠેબા બાયપાસ પાસે ડમ્પર અને ટ્રકમાંથી બેટરીઓની ચોરી

રૂા.32,000 ની કિંમતની પાંચ બેટરી તસ્કરો ચોરી ગયા : એક ડમ્પર અને બે ટ્રકમાંથી ચોરી : પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા મથામણ

- Advertisement -

જામનગર નજીક આવેલા ઠેબા બાયપાસ પાસે પાર્ક કરેલા ડમ્પર અને ટ્રકમાંથી રૂા.32,000 ની કિંમતની પાંચ નંગ બેટરીઓની ચોરી કરી ગયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ઠેબા બાયપાસ નજીક નરેશભાઈ સોલંકી નામના ટ્રાન્સપોર્ટરનું જીજે-06-એકસએકસ-1910 નંબરના પાર્ક કરેલા ડમ્પરમાંથી રૂા.18,000 ની કિંમતની બે બેટરી તેમજ જીતુભાઈ ગોગરાવાળાના જીજે-10-ટીટી-5706 નંબરના ટ્રકમાંથી રૂા.7000 ની કિંમતની બે બેટરી અને સબીરભાઈ છીતરાવાળાના જીજે-12-બીટી-0462 નંબરના ટ્રકમાંથી રૂા.7000 ની કિંમતની એક બેટરી મળી કુલ રૂા.32,000 ની કિંમતની કુલ પાંચ બેટરી અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં. આ અંગેની નરેશભાઈ દ્વારા કરાયેલી જાણના આધારે પીએસઆઈ એન.વી. હરિયાણી તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular