જામનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં ડીટેઇન કરેલ રાખવામાં આવેલી એકટીવા મોટર સાઇકલની ચોરી થઇ જવા અંગે સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ પોલીસ દ્વારા ગ્રે કલરની એકટીવા મોટર સાઇકલ નં.જીજે10સીએફ8005 ડીટેઇન કરી પોલીસ હેડક્વાર્ટર ટોઇંગ સ્ટેશન જામનગર ખાતે રાખવામાં આવી હતી. જે તા.22-03-2022થી 28-05-2022 ના સમયગાળા દરમ્યાન અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરી હોવા અંગે ટ્રાફિક શાખાના હે.કો. ઘેલુગર પ્રતાપગર ગોસાઇ દ્વારા સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી એએસઆઇ એ.બી.ચાવડા દ્વારા આ બાઇક એકટીવા ચોરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.