Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરવિભાપરની સીમમાં એક સાથે બે ખેતરોમાંથી ચોરી

વિભાપરની સીમમાં એક સાથે બે ખેતરોમાંથી ચોરી

એક ખેતરમાંથી ડેડકો મોટર અને બીજા ખેતરમાંથી કેબલની ચોરી : પોલીસ દ્વારા તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ

- Advertisement -

જામનગર શહેર નજીક આવેલા વિભાપરની સીમમાં ખેડૂત યુવાનના ખેતરના કુવામાંથી ઈલેકટ્રીક ડેડકો મોટર અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હતો તેમજ બાજુમાં આવેલા ખેતરમાંથી સબમર્શીબલ પમ્પનો કેબલ ચોરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર નજીક આવેલા વિભાપર ગામના સીમમાં આવેલી અરવિંદભાઈ સંઘાણી નામના યુવાનના ખેતરના કુવામાં રાખેલો રૂા.17000 ની કિંમતની ઇલેકટ્રીક ડેડકો મોટર ત્રણ દિવસ પહેલાં રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં. તેમજ બાજુમાં આવેલા અન્ય ખેતરમાંથી સબ મર્શીબલ પમ્પનો ઈલેકટ્રીક પટ્ટીનો રૂા.3000 ની કિંમતનો 30 થી 40 ફુટ કેબલ ચોરી કરી ગયા હતાં આમ એક જ દિવસમાં બે-બે ખતેરોમાંથી ઇલેકટ્રીક સામાન ચોરી થયાના બનાવની જાણ થતા હેકો વી.કે.વરુ તથા સ્ટાફે અરવિંદભાઈના નિવેદનના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular